Gujarat Police Recruitment 2025: ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ પોલીસ ખાતામાં નોકરીની જાહેરાત કરી છે તેવા સમાચાર મીડિયાના માધ્યમથી સામે આવ્યા હતા હાલમાં જે પણ ઉમેદવારો પોલીસ ભરતી ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PSI)લોકરક્ષક (LRD)કેડરની ભરતી માટે લગભગ 13,591 ખાલી જગ્યા માટેની ભરતી કરવાની જાહેરાત કરી છે ગઈકાલે એટલે કે બુધવારે આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ સાથે જ ઉમેદવારો 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ચલો તમને વિગતવાર વાત કરીએ
ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે ગ્રામીણ ક્ષેત્રમાં હોય કે શેરી ક્ષેત્રમાં તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શારીરિક લાયકાત અને જરૂરી સૂચનાઓ સામે આવી છે જેને વિગતો નીચે તમે વાંચી શકો છો તમામ વિગતો અને માહિતી ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો.
ગુજરાત પોલીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?
પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી કરેલ હોય તેવા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. આ સિવાય લોકરક્ષક માટે ધોરણ 12 પાસ હોય સરકાર માન્ય સંસ્થામાંથી પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો આપ ભરતી માટે એટલે કે લોકરક્ષકની ભરતી માટે અરજી કરી શકે છે આ સિવાય શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેમી રાખવામાં આવી છે આ સાથે જ છાતીની ફુલાવ્યા વગરની 79 સેમી રાખવામાં આવેલી છે અને છાતી ફુલાવેલી 84 સેમી જેટલી રાખવામાં આવેલી છે આ સિવાયના ઉમેદવારો માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે
ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકારીક વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે ઘરે બેઠા પણ અરજી ફોર્મ ભરી શકો છો અરજી કરવા માટે સૌથી પહેલા તમારે https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટના માધ્યમથી તમે અરજી કરી શકો છો વેબસાઈટ પર કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમને વિવિધ ભરતી ની જાહેરાતો જોવા મળશે જેમાં તમે GPRB ભરતી પર ક્લિક કરવાથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ભરતી દેખાશે જેમાં ક્લિક કર્યા પછી તમે સંપૂર્ણ અરજી ફોર્મ ભરી શકો છો જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરી શકો છો અને આ વેબસાઈટના માધ્યમથી તમે અરજી કરી શકો છો